ન્યાયપૂર્ણ અને સમાવેશી ભવિષ્ય માટેના પડકારો અને તકો
અશ્મિભૂત ઇંધણ—કોલસો, તેલ અને ગેસ—વૈશ્વિક આબોહવા પરિવર્તનમાં સૌથી મોટુ યોગદાન આપે છે, જે વિશ્વભરમાં 75% કરતાં વધુ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન અને તમામ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનના લગભગ 90% માટે જવાબદાર છે. આબોહવા પરિવર્તનના લીધે આપડી પૃથ્વી અને એની પર જીવનાર તમામ જીવો ને જોખમમાં નાખે છે. એના લીધે ઝેરી વાયુ પ્રદૂષણ, ખાદ્ય સુરક્ષામાં ઘટાડો, ચેપી રોગ પ્રસરવાની સંભાવના માં વધારો, અતિશય ગરમી, દુષ્કાળ, પૂર વગેરે.
વિશ્વભરના દેશોએ સ્વીકાર્યું છે કે ઉર્જા માટે આપની અશ્મિભૂત ઇંધણ પરની વર્તમાન નિર્ભરતા બિનટકાઉ (unsustainable) છે અને ભારત ને ઉર્જા પરિવર્તન ની જરૂરત છે. વીજળી ઉત્પાદનથી લઈને પરિવહન અને ઔદ્યોગિક પ્રક્રિયાઓ સુધી, વૈકલ્પિક ઉકેલો સક્રિયપણે શોધાયા છે. ઈલેક્ટ્રિક વાહનો પરિવહન ક્ષેત્રમાં પરંપરાગત આંતરિક કમ્બશન એન્જિનને સતત બદલી રહ્યા છે. ઔદ્યોગિક ક્ષેત્ર અને પાવર ગ્રીડ બંનેને ડીકાર્બોનાઇઝ કરવાના નક્કર પ્રયાસો થાય છે, આને ચાલુ પરિવર્તનમાં અન્ય મુખ્ય ચિંતાઓ તરીકે સંબોધિત કરે છે.
Read and Download the paper here: ઉર્જા પરિવર્તન પર પુન:ર્વિચાર
Read this in English here.
Read this in Hindi here.
Read this in Tamil here.